HomeMorbiપ્રેમ સંબંધનો વિવાદ બન્યો હિંસક: રાયસંગપર ગામે પરિવાર પર સાત શખ્સોનો હુમલો
પ્રેમ સંબંધનો વિવાદ બન્યો હિંસક: રાયસંગપર ગામે પરિવાર પર સાત શખ્સોનો હુમલો
Advertisement
Advertisement
હળવદ તાલુકાના રાયસંગપર ગામે જૂની અદાવતને લઈને હિંસક બનાવ સામે આવ્યો છે. પ્રેમ સંબંધ મામલે થયેલી ખાર રાખીને સાત શખ્સોએ એક પરિવારના ઘરમાં ઘુસી હુમલો કરતા માતા અને ભાઈ સહિતના સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદના રાયસંગપર ગામે રહેતા શોભનાબેન મુકેશભાઇ ઉચાણા (ઉ.વ.૨૫) એ આરોપી ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ ડાભી, જસવંતભાઇ ઉર્ફે સંજયભાઇ વિઠ્ઠલભાઇ ડાભી, જયશ્રીબેન જસવંતભાઇ ઉર્ફે સંજયભાઇ વિઠ્ઠલભાઇ ડાભી, કડવીબેન વિઠ્ઠલભાઇ ડાભી, જોશનાબેન ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ ડાભી, વિનોદ વિઠ્ઠલભાઇ ડાભી, વિઠ્ઠલભાઇ પ્રભુભાઇ ડાભી રહે બધા-રાયસંગપર તા-હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીના સાળાની દિકરીને ફરીયાદીનો ભાઇ ભગાડી ગયેલ હોય જેનો ખાર રાખી ફરીયાદીના ઘરમા પ્રવેશ કરી ફરીયાદીના માતાને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તેમજ આરોપી જસવંત તથા આરોપી જયશ્રીબેનએ ફરીયાદીની ભત્રીજીને વાળ પકડીને ઢસડીને મૂઢ ઇજા કરેલ તેમજ આરોપી કડવીબેનએ ફરીયાદીની માતાને પગમા લાકડાનો ધોકો મારી ફેક્ચરની ઇજા કરેલ તેમજ આરોપી જોશનાબેએ ફરીયાદીના પિતાને ખંભે લાકડાનો ધોકો મારી મૂઢ ઇજા કરેલ તેમજ આરોપી વિનોદએ ફરીયાદીના ભાઇને નાકે લાકડાનો ધોકો મારી ફેકચર ઇજા કરેલ તેમજ આરોપી વિઠ્ઠલભાઇએ ફરીયાદીના ભાઇને માથામા લાકડાનો ધોકો મારી મુઢ ઇજા કરી તેમજ આરોપી ઘનશ્યામભાઈએ ફરીયાદીના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement