HomeMorbiજમીન વિવાદે લીધો ઉગ્ર વળાંક: ગજડી ગામે પ્રૌઢ મહિલાને મારમારી, ત્રણ શખ્સો...

જમીન વિવાદે લીધો ઉગ્ર વળાંક: ગજડી ગામે પ્રૌઢ મહિલાને મારમારી, ત્રણ શખ્સો સામે ફરિયાદ

ટંકારા તાલુકાના ગજડી ગામે જમીન ખેડવાના મુદ્દે ચાલી રહેલી જૂની અદાવત હિંસક બની છે. પ્રૌઢ મહિલાને લાકડી વડે માર મારતા ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે આંબલીપરામા રહેતા દેવદેબેન ભુરાભાઈ સવસેટા (ઉ.વ.૫૮) એ આરોપી કાનાભાઇ હીરાભાઇ જારીયા, શોભનાબેન કાનાભાઇ જારીયા તથા જયશ્રીબેન ભુપતભાઇ જારીયા રહે. ત્રણેય ગજડી તા.ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેમના ભાઇએ વાવવા માટે જમીન આપેલ હોય જે વાત આરોપીઓને ગમતી ન હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી લાકડી વડે માર મારી પગના ભાગે મુંઢ ઇજા કરી તથા આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી શરીરે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular