HomeMorbiમોરબીમાં કોપર વાયર ચોરીનો પર્દાફાશ: સર્વેલન્સ ટીમે મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ઝડપી...
મોરબીમાં કોપર વાયર ચોરીનો પર્દાફાશ: સર્વેલન્સ ટીમે મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ઝડપી પાડ્યા
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોપર વાયર ચોરીના બે અનડીટેક્ટ ગુનાઓને સર્વેલન્સ ટીમે સફળતાપૂર્વક ડીટેક્ટ કર્યા છે. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કોપર વાયર ચોરીના બે અલગ અલગ ગુન્હા રજિસ્ટર થયેલ હતા જે ગુન્હાઓ વણશોધાયેલ હોય જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢવા સુચના કરેલ હોય જે દરમ્યાન સર્વેલન્સ ટીમના સ્ટાફે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ માધ્યમથી બાતમીના આધારે આ ચોરીઓ ના ગુનાને ને અંજામ આપનાર ઇસમો મોરબી જેતપર રોડ સનટોન સીરામીક કારખાનાની સામે, શ્રી કેરમાતા સ્ક્રેપના ડેલા ખાતેથી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે આરોપી એઝાજ ઉર્ફે માથારો અબ્દુલભાઇ આરબ રહે.પાડા પુલ નિચે ઝુપડમાં મોરબી-૦૨, દિપકભાઇ ઉર્ફે આયુસ મંગીલાલ દેવડા રહે,પાડા પુલ નીચે મુળગામ- ઇન્દ્રા ગાર્ડન કોલોની લાલબત્તી બસ સ્ટેન્ડની બાજુમાં બદનાવલ જી ધાર રાજ્ય મધ્યપ્રદેશ, કિશનગીરી કૈલાશગીરી ગૌસ્વામી રહે-રામ ઘાટ સબ જેલની પાછળ મોરબી-૦૧, ધરમચંદ લાદુલાલ ગુર્જર રહે-રંગપર બેલા ગામની સીમમાં શ્રી કેરમાતા સ્ક્રેપ મહાદેવ હોટલની બાજુમાં જેતપર રોડ તા.જી.મોરબી મુળ રહે- નરીનપુરા તા.કાલેસરીયા થાણા- દેવગઢ જી- રાજસમઢ રાજસ્થાનવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ બીકરામ ઉર્ફે વિક્રમ ઉર્ફે કાલી કૈલાસભાઈ આંબલીયા રહે. મોરબી પાડપુલ નીચે મોરબીવાળાનુ નામ ખુલતા તમામ આરોપોઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.