HomeMorbiમોરબી-હળવદ હાઈવે પર બેફામ ડમ્પરનો કહેર: બાઈક સવાર બે યુવાન ગંભીર રીતે...

મોરબી-હળવદ હાઈવે પર બેફામ ડમ્પરનો કહેર: બાઈક સવાર બે યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મોરબી જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત ચિંતાજનક બની રહી છે. તાજેતરમાં મોરબી-હળવદ હાઈવે પર આંદરણા નજીક એક બેફામ ડમ્પર ચાલકે અચાનક વાહન આડું નાખતાં બાઈક સાથે જોરદાર અથડામણ સર્જાઈ હતી, જેમાં બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવને લઈ પોલીસ દ્વારા ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા દેવજીભાઈ રાજુભાઈ સારલા (ઉ.વ. ૧૯)એ આરોપી ટ્રક ડમ્પર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એક્સ-૧૧૬૧ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા તેનો નાનો ભાઈ અલ્પેશ તેના ભાઈ ગોપાલભાઈનું મોટરસાયકલ હોન્ડા કંપનીનું એસ.પી.૧૨૫ રજીસ્ટર નંબર GJ-36-AB-2157 વાળું લઈને મોરબી ખાતે આવતા હતા ત્યારે હળવદ મોરબી રોડ ઉપર આંદરણા ગામ તથા નીચી માંડલ ગામ વચ્ચે Q7 સીરામીક કારખાનાની સામે પહોંચતા ટ્રક ડમ્પર રજીસ્ટર નં.GJ-36-X-1161 ના ચાલકે પોતાનો ટ્રક ડમ્પર બેદરકારીથી ચલાવી અચાનક રોડમાં આડો નાખતા ફરિયાદિનું મોટરસાયકલ તેની સાથે અથડાઈ જતા ફરિયાદી તથા તેનો ભાઈ અલ્પેશ મોટરસાયકલ સાથે નીચે પડી જતા ફરિયાદિને તથા તેના ભાઈ અલ્પેશને ઈજાઓ પહોંચી હોય જેથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular