HomeMorbiનજર મળતા જ ભડક્યો ઝઘડો! વાંકાનેરમાં રિક્ષાચાલકના પુત્ર પર હુમલો

નજર મળતા જ ભડક્યો ઝઘડો! વાંકાનેરમાં રિક્ષાચાલકના પુત્ર પર હુમલો

વાંકાનેર શહેરમાં નજીવી બાબતોને લઈને વધતા ઝઘડાઓ વચ્ચે બસ સ્ટેશન નજીક ‘સામું જોવા’ જેવી સામાન્ય વાતે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. જૂની અદાવત રાખી એક શખ્સે રિક્ષા ચાલકના પુત્ર પર હુમલો કરી મારઝૂડ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા ફેલાવી છે. મામલે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આરોગ્યનગરમા રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા લાલજીભાઈ બાબુભાઈ સારદીયા (ઉ.વ‌.૪૦) એ ત્યાં જ રહેતા આરોપી રફીકભાઈ ઉમરભાઈ સદવાણી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા મેરુને આરોપી સાથે સામુ જોવા બાબતે બોલાચાલી થયેલ હોય અને સમાધાનની વાતચીત ચાલુ હોય અને જે બાબતનો ખાર રાખી ફરીયાદીના દિકરા જતીન સાથે ઝપાઝપી કરી ઝઘડો કરી ઢીકાપાટુનો મારમારી ગાળો આપી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular