Wednesday, May 6, 2026
HomeMorbiમોરબીમાં ખુલ્લેઆમ જુગાર રમતા પાંચ ઝડપાયા, પોલીસનો દરોડો

મોરબીમાં ખુલ્લેઆમ જુગાર રમતા પાંચ ઝડપાયા, પોલીસનો દરોડો

Advertisement
Advertisement

મોરબી શહેરમાં જાહેરમાં જુગાર રમતા તત્વો સામે પોલીસ સખત બની છે. શોભેશ્વર રોડ પાસે ખુલ્લા મેદાનમાં તીનપત્તી રમતા પાંચ ઇસમોને સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે અને જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ કુબેર ટોકિઝ પાછળ જાહેરમાં ખુલ્લા મેદાનમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો રવીભાઇ બળદેવભાઇ સોલંકી (ઉ.વ.૩૮) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરા મોરબી, દેવજીભાઇ પરશોતમભાઇ વરાણીયા (ઉ.વ. ૪૦) રહે‌ શોભેશ્વર રોડ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરા મોરબી, દિનેશભાઇ બાબુભાઇ વઢીયારા (ઉ.વ.૨૫) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝની પાછળ પાણીના ટાંકા પાસે મોરબી, હરજીભાઇ રાજાભાઇ ગમારા (ઉ.વ.૩૫) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરા મોરબી, જયશુખભાઇ કરશનભાઇ ધોળકીયા (ઉ.વ.૩૫) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરા મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૫૦૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular