HomeMorbiમોરબી પોક્સો કોર્ટનો કડક ચુકાદો: સગીર પર દુષ્કર્મ કરનારને 20 વર્ષની સખ્ત...
મોરબી પોક્સો કોર્ટનો કડક ચુકાદો: સગીર પર દુષ્કર્મ કરનારને 20 વર્ષની સખ્ત કેદ
Advertisement
Advertisement
મોરબી જિલ્લામાં માનવતાને શરમજનક બનાવતી ઘટના સામે કોર્ટએ કડક વલણ અપનાવ્યું છે. નવ વર્ષના સગીર બાળક સાથે થયેલા ગંભીર જાતીય શોષણના કેસમાં સ્પેશ્યલ પોક્સો કોર્ટએ આરોપીને દોષિત ઠેરવી કડક સજા ફટકારી છે, જે સમાજ માટે ચેતવણી સમાન છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી જેમાં અક્ષયભાઈ રમેશભાઈ દેગામા નામના શખ્સે નવ વર્ષના સગીર બાળકને લાલચ આપી પોતાના સાથે લઈ જઈ તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને જાતીય શોષણ કર્યું હતું. આરોપીએ ઘટનાની જાણ કોઈને કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ગંભીર કેસની સુનાવણી મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી હતી. સરકારી વકીલ એન.ડી. કારીઆએ મજબૂત રજૂઆત સાથે 12 મૌખિક અને 29 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
આ કેસમાં જે તે સમયના હળવદ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયા દ્વારા તપાસ કરી પુરાવા એકઠા કરવામાં આવેલ હત અને ત્યારબાદ બદલી થતા આ તપાસ અન્ય પોલીસ અધિકારીને સોંપવામાં આવી હતી.
પુરાવાઓના આધારે અદાલતે આરોપીને દોષિત ઠેરવી IPC કલમ 363 હેઠળ 3 વર્ષની સખ્ત કેદ, IPC કલમ 377 હેઠળ 10 વર્ષની સખ્ત કેદ તેમજ પોક્સો અધિનિયમની કલમ 4 અને 6 હેઠળ 20-20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. તમામ સજાઓ એકસાથે ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત ગુજરાત સરકારની પીડિત વળતર યોજના હેઠળ પીડિતાને રૂપિયા 4,04,000નું વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
આ ચુકાદો સમાજમાં આવા ગુનાઓ સામે કડક સંદેશ આપતો અને પીડિતોને ન્યાય મળવાનો વિશ્વાસ મજબૂત કરતો છે.
આ કેસમાં સરકારી વકીલ એન.ડી. કારીઆ દ્વારા દલીલો કરવામાં આવી હતી. અદાલતના આ ચુકાદાથી સમાજમાં આવા ગુનાઓ સામે કડક સંદેશ પહોંચ્યો છે અને પીડિતોને ન્યાય મળે તે દિશામાં વિશ્વાસ મજબૂત થયો છે.
Advertisement
Advertisement