HomeMorbiઐતિહાસિક રેકોર્ડબ્રેક પરિણામ: નવયુગ વિદ્યાલયની સાક્ષી સવસાણી 99.99 PR સાથે ગુજરાત બોર્ડમાં...
ઐતિહાસિક રેકોર્ડબ્રેક પરિણામ: નવયુગ વિદ્યાલયની સાક્ષી સવસાણી 99.99 PR સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ
Advertisement
Advertisement
નવયુગ વિદ્યાલય-મોરબીની તેજસ્વી વિદ્યાર્થિની સવસાણી સાક્ષીએ S.S.C. બોર્ડ પરીક્ષામાં 591 ગુણ, 99.99 PR અને 98.50% મેળવી મોરબીના S.S.C. બોર્ડના ઇતિહાસના અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી ગુજરાત બોર્ડ પ્રથમ તેમજ મોરબી કેન્દ્ર પ્રથમ રહી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરેલ છે. સાથે સરડવા મન 588 ગુણ, 99.98PR અને 98% સાથે ગુજરાત બોર્ડ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી નવયુગને પરિણામોના શિખરે પહોંચાડેલ છે.
જેમા A1 ગ્રેડ મેળવતા 35 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ મેળવતા 46 વિદ્યાર્થીઓ તથા 100 માંથી 100 ગુણ મેળવતા વિદ્યાર્થીઓમાં ગણિત વિષયમાં 16 વિદ્યાર્થી, વિજ્ઞાન વિષયમાં 09 વિદ્યાર્થી અને સમાજ વિષયમાં 1 વિદ્યાર્થી. આમ, બોર્ડનું પરિણામ 83.86% મોરબી જિલ્લાનું પરિણામ 89.13%, મોરબી કેન્દ્રનું પરિણામ 88.71% જયારે નવયુગ વિદ્યાલયનું પરિણામ 97.91% રહયું.
નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા ઝળહળતું પરિણામ મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છા પાઠવી.
Advertisement
Advertisement