Thursday, May 7, 2026
HomeMorbiમોરબી SOGની કાર્યવાહી: નંબર વગરની શંકાસ્પદ બાઈક સાથે ઈસમ ઝડપાયો

મોરબી SOGની કાર્યવાહી: નંબર વગરની શંકાસ્પદ બાઈક સાથે ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીમાં પોલીસની ચુસ્ત કામગીરી ફરી એકવાર સામે આવી છે. પેટ્રોલિંગ દરમિયાન SOG ટીમે પાવડીયાળી કેનાલ નજીક શંકાસ્પદ હાલતમાં ફરતા એક ઈસમને રોકી તપાસ કરતાં ચોરી કે છળકપટથી મેળવેલ મોટરસાયકલનો પર્દાફાશ કર્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમ પેટ્રોલીંગ ફરતા ફરતા મોરબી તાલુકાના પાવડીયાળી કેનાલ નજીક મોરબી જેતપર રોડ ઉપર આવતા મોરબી તરફથી એક નંબર વગરનુ કાળા કલરના મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમા એક ઇસમ નિકળતા તુરત તેને રોકી તેની પાસેના મોટરસાયકલ બાબતે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતો હોય અને કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી ઇસમને આ મોટર સાયકલની આર.સી. બુક તથા લગત કાગળો માંગતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવેલ જેથી આ મો.સા.ના ચેસીસ નંબર તથા એન્જીન નંબર આધારે સર્ચ કરાવતા આ મોટર સાયકલના રજીસ્ટર નં. GJ-12-BC-9121 વાળા હોય જેથી ઇસમ પાસેથી મળી આવેલ મોટર સાયકલ ચોરી કે છળકપટથી મેળવેલનુ જણાતા બી.એન.એસ.એસ. કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી તથા ઇસમ ઉશ્માનભાઇ કાસમશા શેખ (ઉવ.૩૩) ધંધો.મજુરી રહે.મુળ પ્રાગપર તા.રાપર જી. કચ્છ-ભુજવાળાની બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(ઇ) મુંજબ ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા સોપેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular