HomeMorbiટંકારામાં તસ્કરો બેફામ: મિતાણા ગામે ફેક્ટરીમાંથી રૂ. 1.50 લાખના કોપર કેબલ ચોરાયો 

ટંકારામાં તસ્કરો બેફામ: મિતાણા ગામે ફેક્ટરીમાંથી રૂ. 1.50 લાખના કોપર કેબલ ચોરાયો 

ટંકારા તાલુકામાં ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. મિતાણા ગામની સીમમાં આવેલી ફેક્ટરીના ખુલ્લા મેદાનમાંથી અંદાજે 150 કિલો વજનના રૂપિયા 1.50 લાખના કોપર કેબલ અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, રાજકોટના કાલાવડ રોડ પર રહેતા અને મૂળ ધોરાજીના વાડોદર ગામના વતની મુકેશભાઈ નાથાભાઈ ઝાલાવાડીયા (ઉ.વ.૫૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ટંકારાના મિતાણા ગામની સીમમાં ‘ફલોરોન’ નામની ફેક્ટરી આવેલી છે. આ કારખાનાના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલા કોપરના નાની-મોટી સાઈઝના કેબલના ગુંચળા, જેનું વજન આશરે ૧૫૦ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ નો મુદામાલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular