HomeMorbiનવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપરનુ (મોરબી) ધો.10 નું ધમાકેદાર પરિણામ
નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપરનુ (મોરબી) ધો.10 નું ધમાકેદાર પરિણામ
વિરપર (મોરબી) સ્થિત નવયુગ શૈક્ષણિક સંકુલનું ધોરણ-10નું પરિણામ આ વર્ષે અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક રહ્યું છે. સંકુલના કુલ 122 વિદ્યાર્થીઓમાંથી તમામ 122 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થતાં સંસ્થાએ 100% પરિણામ નોંધાવી શિક્ષણક્ષેત્રે નવી સિદ્ધિ હાંસલ કરી છે.
પરિણામમાં 24 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 38 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થી રાંકજા ઓમ એ.એ PR 99.90 સાથે 97.17% મેળવી સમાજવિદ્યા, વિજ્ઞાન અને ગણિત – ત્રણેય વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવી સર્વોચ્ચ સિદ્ધિ નોંધાવી છે.
સદાતીયા આરુષિ એલ.એ PR 99.50 સાથે 95.67% મેળવી વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. ઉપરાંત કાલરીયા માન સી.એ PR 98.61 સાથે 94.00%, ભાંગરા દક્ષ એચ.એ PR 98.50 સાથે 93.83%, શેરશિયા માર્ગી ટી.એ PR 98.50 સાથે 93.83% તેમજ વસીયાણી ઋત્વિ વી.એ PR 98.38 સાથે 93.67% પરિણામ મેળવી સંસ્થાનું નામ ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે.
સંકુલના તમામ વિદ્યાર્થીઓ સફળ થતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા, ટ્રસ્ટીઓ તથા સમગ્ર શિક્ષકગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.