HomeMorbiમોરબી મહાનગરપાલિકાની ઓનલાઈન ટેક્સ ભરપાઈ યોજના શરૂ, મળશે વધારાનું 2% રીબેટ

મોરબી મહાનગરપાલિકાની ઓનલાઈન ટેક્સ ભરપાઈ યોજના શરૂ, મળશે વધારાનું 2% રીબેટ

મોરબી મહાનગરપાલિકાના તમામ મિલકતધારકોને જણાવવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭ ના નાણાકીય વર્ષ માટે ઓનલાઈન રીબેટ યોજના અમલ મુકવામાં આવેલ છે.

જેમાં મિલકતધારકની બાકી રકમ તાત્કાલિક ઓફિસમાં આવી ભરીએથી ચાલુ વર્ષના મિલકતવેરા પર 10% તથા વેબસાઈટ તથા મોબાઈલ એપ્લીકેશન બરા ઓનલાઇન ટેકસ ભર્યેથી 12% રીબેટ આપવામાં આવશે પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાયવેરો EC સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં સમય સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી તેમજ મહાનગરપાલિકા દ્વારા કુલ 11(અગીયાર) વોર્ડ ઓફીસમાં સ્વીકારવામાં આવશે મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવે છે. તેમજ મહાનગરપાલિકાની https://mmcgujarat.in/ વેબસાઈટમાથી તેમજ હાલ મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે. જે એપ્લીકેશન Play Store પરજઈ Morbi Municipal Corporation લખતા મોરબીમહાનગરપાલિકાના લોગોવાળી એપ્લીકેશન ડાઉનલોડ કરી પ્રોપર્ટીટેકસ અને વ્યવસાયવેરોમાં જઈ મિલકત નંબર નાખી ઓનલાઈન મિલકત વેરો અને વ્યવસાયવેરો ઓનલાઈન સરળતાથી ભરી શકાશે.

 હાલ મોરબી મહાનગરપાલિકા દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન વસ બહોળા પ્રમાણમાં અરજદારોએ પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભરીને વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનનો લાભ લીધેલ છે. વેબસાઇટ, મોબાઈલ એપ્લીકેશનના QR કોડ નીચે દર્શાવેલ છે. નાગરિકોને સુવ્યવસ્થિત અને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવેલ છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ રીબેટ યોજનાનો લાભ વધુમાં વધુ મિલકતધારક મેળવે તેવી અપીલ કરવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular