HomeMorbiસરવડમાં ગાળો બોલવાની ના પાડતા વેપારીની કાર પર હુમલો : ઉશ્કેરાયેલા શખ્સે...
સરવડમાં ગાળો બોલવાની ના પાડતા વેપારીની કાર પર હુમલો : ઉશ્કેરાયેલા શખ્સે ધોકા-પથ્થર વડે કરી તોડફોડ
માળીયા તાલુકાના સરવડ ગામે સામાન્ય બોલાચાલીનો મામલો ઉગ્ર બનતા એક વેપારીની કારમાં તોડફોડ કરાયાની ઘટના સામે આવી છે. ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડાના ધોકા તેમજ પથ્થર વડે કારને નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવતા માળીયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ સરવડ ગામના અને હાલ મોરબીના સરદાર નગર-૨ વિસ્તારમાં રહેતા વેપારી નિલેશભાઈ દુર્લભજીભાઈ શેરસીયા (ઉ.વ. ૪૨) એ આરોપી ચિરાગભાઈ રમેશભાઈ ગામી રહે. સરવડ ગામ તા. માળીયા (મીં)વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ તેના માતા પિતા તથા કાકા-કાકી ને ગાળો આપતો હોય જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ ફરીયાદી તથા સાથીને ગાળો બોલી ફરીયાદિને માર મારવાની ધમકી આપી શેરીમાં પાર્ક કરેલ ફરીયાદીની સ્વીફ્ટ VDI ગ્રે કલરની કાર રજીસ્ટર નંબર -RJ-03-FK-3197 વાળીમા લાકડાના ધોકા તથા પાણા (પથ્થર) ના ઘા કરી ગાડીમાં નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.