HomeMorbiટંકારામાં ત્રણ વર્ષથી ફરાર પશુ અત્યાચારનો આરોપી ઝડપાયો, એસ.ઓ.જી.ની કાર્યવાહી
ટંકારામાં ત્રણ વર્ષથી ફરાર પશુ અત્યાચારનો આરોપી ઝડપાયો, એસ.ઓ.જી.ની કાર્યવાહી
મોરબી એસ.ઓ.જી. સ્ટાફે મળેલી ચોક્કસ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ પ્રત્યે ઘાતકીપણાના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપીને એસ.ઓ.જી ટીમે ઝડપી પાડયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ ૧૧(૧)(એ), (ડી), (એફ), (એચ), (કે) મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇકબાલ કલામભાઈ નોડે રહે. લુડીયા તા.જી ભુજ વાળાને શોધી કાઢતા આગળની કાર્યવાહી ટંકારા સ્ટેશન દ્વારા હાથ ઘરેલ છે.