HomeMorbiમોરબી પાલિકામાં હાજરી કૌભાંડનો પર્દાફાશ: બીજાના નામે અંગૂઠા લગાવી પગાર ઉપાડવાનો ખેલ...

મોરબી પાલિકામાં હાજરી કૌભાંડનો પર્દાફાશ: બીજાના નામે અંગૂઠા લગાવી પગાર ઉપાડવાનો ખેલ બહાર આવ્યો

મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં રોજમદાર કર્મચારીઓની ખોટી હાજરી પૂરાઈ પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવાનો કૌભાંડ બહાર આવતા ચકચાર મચી ગઈ છે. અન્ય કર્મચારીઓના નામે પંચિંગ મશીનમાં અંગૂઠા અને આંગળીઓ લગાવી હાજરી પૂરનાર આઠ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ અંબિકા ટાઉનશિપમાં રહેતા નોકરી કરતા દિપભાઈ સુરેશભાઈ ફળદુ (ઉ.વ.૨૭) એ આરોપી મંદીપ ચાવડા રહે. નાની વાવડી મોરબી, વિમલભાઈ બાવળીયા રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી સામાકાંઠે મોરબી, અભયભાઈ છબીલભાઈ ચૌહાણ રહે. રામકૃષ્ણનગર મોરબી, સુનિલભાઈ ભરતભાઈ મકવાણા રહે. મોરબી, રોહિતભાઈ ધિરૂભાઈ રહે. મોરબી, લલીતભાઈ ચાવડા, રહે. મોરબી, સંજયભાઈ ઘનશ્યામભાઈ ચાવડિ રહે. મોરબી, રાજેશભાઈ રહે. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ મોરબી મહાનગર પાલીકાના વર્કશોપ વિભાગમાં રોજમદાર કર્મચારી તરીકેની તેની ફરજ દરમ્યાન અન્ય રોજમદા૨ કર્મચારીઓની જાણ બહાર એટેન્ડસ ઇલેક્ટ્રીક મશીનમાં તેઓની હાજરીના અંગુઠા આંગળીઓથી ખોટી હાજરી પૂરી કુલ-૧૩ રોજમદારના રૂ.૯૭૫૫/- ના પગારની વિશ્વાસઘાત કરી નાણાકીય ઉચાપત કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular