HomeMorbiમોરબીમાં 200 રૂપિયાના ઝઘડાએ લીધો હિંસક વળાંક: યુવકે કાકા-ભત્રીજા પર છરીથી હુમલો...
મોરબીમાં 200 રૂપિયાના ઝઘડાએ લીધો હિંસક વળાંક: યુવકે કાકા-ભત્રીજા પર છરીથી હુમલો કર્યો
મોરબીના વાવડી રોડ વિસ્તારમાં માત્ર ૨૦૦ રૂપિયાની ઉછીની માંગણી મામલે ઉગ્ર બોલાચાલી બાદ છરીથી હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આરોપીએ કાકા અને તેમને બચાવવા આવેલા ભત્રીજા પર હુમલો કરી ઇજાઓ પહોંચાડતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરામાં રહેતા અને ચાની હોટલ ચલાવતા યુસુફશા કરીમશા શાહમદારે આરોપી આફતાબ ઉર્ફે ભુરો જુસબભાઈ જુણેજા રહે. ખ્વાજા પેલેસ પાછળ લાતિ પ્લોટ શેરી નં-૧૪ પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરિયાદી પાસે ૨૦૦ રૂપિયા માંગતા ફરિયાદીએ ના કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈ ફરીયાદી સાથે ગળાગાળી કરી છરી વડે હુમલો કરતા ફરિયાદીને ડાખા ખંભામા તેમજ ડાબા હાથમાં કોણી પાસે સામાન્ય ઈજા કરતા કે ફરિયાદીનો ભત્રીજો સાથે જાવીદ ફરિયાદીને છોડાવવા વચ્ચે પડતા આરોપીએ જાવીદને ગળાના ભાગે, જમણા હાથના પંજામા તેમજ જમણી બાજુ વાહાના ભાગે છરી વડે ગંભીર ઈજા કરી ફરીયાદી તથા સાથી ભત્રીજા જાવીદને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.