HomeMorbi"કાતરૂ કેમ મારે છે?" કહી લાતી પ્લોટમાં યુવક પર છરીથી હુમલો, બે...
“કાતરૂ કેમ મારે છે?” કહી લાતી પ્લોટમાં યુવક પર છરીથી હુમલો, બે સામે ગુનો નોંધાયો
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ હિંસક બનાવ સામે આવ્યો છે. “તું મારા ભાઈને કાતરૂ કેમ મારે છે?” કહી બે શખ્સોએ યુવકને રોકી તેના પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના અયોધ્યાપુરી રોડ ડાયમંડ બેકરી સામે રહેતા જુબેરભાઈ રજાકભાઈ રાજા (ઉ.વ.૧૯) એ આરોપી સમીર ઉર્ફે સમલો મોવર રહે. માધાપર મોરબી તથા સોહિલ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી સમીરએ ફરીયાદીને બોલાવી તેના ફુઇના દિકરા સોહિલને કાતરૂ કેમ મારે છે તેમ કહી ફરીયાદીના વાળ પકડી છરી વડે વાહાના ભાગે મારી આરોપી સોહિલએ ફરીયાદીને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી નીચે પાડી દેતા ફરીયાદીને આરોપીઓએ છરીના ઘા મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.