HomeMorbiમોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે દબોચ્યા
મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે દબોચ્યા
મોરબી શહેરના માધાપર ઝાપા વિસ્તારમાં જાહેર રોડ પર ચલણી નોટોના નંબર ઉપર નસીબ આધારિત જુગાર રમાતો હોવાની માહિતી વચ્ચે સીટી એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના માધાપરના ઝાપા પાસે ત્રણ ઇસમો શંકાસ્પદ હાલતમાં ચલણી નોટો હાથમાં રાખી ઉભા હોવાનું જણાયું હતું. પોલીસે તપાસ કરતા આ ઇસમો નોટોના નંબર પર નસીબ આધારિત પૈસાની હાર-જીતનો જુગાર રમતા હોવાનું જણાતા પોલીસે ત્રણેય ઈસમો વિજયભાઈ લવજીભાઈ નકુમ રહે. માધાપર શેરી નં. ૨૧, પરસોત્તમભાઈ દેવરાજભાઈ ડાભી રહે. માધાપર શેરી નં. ૨, ગુલામહુશેન અબ્રાહમભાઈ સુમરા રહે. વનાળિયા, તા. મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૧,૮૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.