HomeMorbiમોરબીના પ્રેમનગરમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો: 1104 ચપલા સાથે એક ઈસમ પોલીસ...
મોરબીના પ્રેમનગરમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો: 1104 ચપલા સાથે એક ઈસમ પોલીસ જાળમાં
મોરબી તાલુકા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રેમનગર વિસ્તારમાં રહેણાંક મકાન પર દરોડો પાડતાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે રૂ. 85 હજારથી વધુ કિંમતના 1104 દારૂના ચપલા કબજે કરી આરોપીને ઝડપી પાડી પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબીના પ્રેમનગરમાં રહેતો ભૂપેન્દ્રભાઈ મેરૂભાઈ ઝાલા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના ચપલા નંગ -૧૧૦૪ કિંમત રૂપિયા ૮૫,૪૪૦ ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.