HomeMorbiમહાદેવ મંદિરે દર્શન કરવા ગયેલા પ્રૌઢનું બાઈક ચોરાયું: મંદિર પાર્કિંગમાંથી તસ્કર ફરાર
મહાદેવ મંદિરે દર્શન કરવા ગયેલા પ્રૌઢનું બાઈક ચોરાયું: મંદિર પાર્કિંગમાંથી તસ્કર ફરાર
મોરબીના પીપળી રોડ પર આવેલા અમરનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયેલા એક પ્રૌઢનું બાઈક મંદિરના પાર્કિંગમાંથી અજાણ્યો તસ્કર ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગરની હરીગુણ સોસાયટીમાં રહેતા મહાદેવભાઈ રેવાભાઈ રંગપરીયા (ઉ.વ.૬૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાંજના સમયે પીપળી ગામ પાસે આવેલા અમરનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. તેમણે પોતાનું હીરો સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-03-HN-3537 કિંમત રૂપિયા ૨૫૦૦૦ વાળુ મંદિરના પાર્કિંગમાં હેન્ડલ લોક મારીને પાર્ક કર્યું હોય જ્યાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.