HomeMorbiવાંકાનેરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ પર પોલીસનો દરોડો: રહેણાંક વિસ્તારમાં જીવલેણ કામગીરી ઝડપાઈ
વાંકાનેરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ પર પોલીસનો દરોડો: રહેણાંક વિસ્તારમાં જીવલેણ કામગીરી ઝડપાઈ
વાંકાનેર શહેરના ભમરિયા કુવા વિસ્તારમાં કોઈપણ સુરક્ષા સાધન વિના ગેરકાયદેસર રીતે એલપીજી ગેસ રિફિલિંગ થતું હોવાની બાતમીના આધારે સીટી પોલીસે દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ગેસ બાટલા, રેગ્યુલેટર અને સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય, તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભમરિયા કુવા પાસે આવેલી હુસેની ગેસ નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન દુકાનદાર અલીભાઈ ફકરૂદીનભાઈ મીઠાઈવાલા રહે. વોરાવાડ, નવાપરા મોરબીવાળા આરોપીએ પોતાના કબજા ભોગવટાની હુસેની ગેસ રીપેર નામની દુકાનમાં ગેર-કાયદેસર રીતે પોતાના અંગત ફાયદા સારૂ એલ.પી.જી.ગેસ ભરેલ બાટલાઓમાંથી અલગ અલગ બાટલાઓમાં નળી તથા રેગ્યુલેટર મારફતે ગેસ રીફીલીંગ કરતા લાલ કલરના બાટલા નંગ-૩ તથા ઇલેકટ્રીક ડીજીટલ વજન કાંટો-૧ તથા ગેસ રીફીંલીંગ કરવા માટેની નળી રેગ્યુલેટર સહીત-૧ કુલ કીરૂ. ૧૦,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ બી.એન.એસ. અધીનીયમ -૦૨૦૩ ની ૨૮૭ તથા આવશ્યક ચીજ-વસ્તુ અધીનીયમ ૧૯૫૫ ની કલમ ૩,૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.