HomeMorbiમોરબીમાં રવાપર રોડ પરથી બે યુવાનો દારૂના ચપલા સાથે ઝડપાયા, નાઇટ પેટ્રોલિંગમાં...

મોરબીમાં રવાપર રોડ પરથી બે યુવાનો દારૂના ચપલા સાથે ઝડપાયા, નાઇટ પેટ્રોલિંગમાં પોલીસની કાર્યવાહી

મોરબી શહેરમાં પ્રોહિબિશન કાયદાના કડક અમલ વચ્ચે સીટી એ-ડિવિઝન પોલીસને નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વધુ એક સફળતા મળી છે. રવાપર રોડ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા બે યુવાનોની તપાસ કરતા તેમની પાસે થી વિદેશી દારૂના ચાર ચપલા મળી આવતા પોલીસે બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 10,480 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી, ત્યારે રવાપર રોડ પર ખોજા ખાનાથી આગળ બે શખ્સોની તલાસી લેતાં પ્લાસ્ટીકના ઝબલા માંથી વિદેશી દારૂના ચપલા નંગ -૦૪ દારૂની કિંમત: ૪૮૦/- તથા મોબાઈલ -૨ કિંમત: ₹૧૦,૦૦૦/- કુલ મુદ્દામાલ: ૧૦,૪૮૦ નાં મુદ્દામાલ સાથે આરોપી અમનભાઈ અશરફભાઈ વિસર (ઉં. વ. ૨૦) રહે. ગીતામિલ સામે, પંચાસર રોડ, મોરબી તથા રેહાનભાઈ ઇમરાનભાઈ પલેજા (ઉ.વ.૨૦), રહે. કાલિકા પ્લોટ, જલાલ ચોક, મોરબીવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular