HomeMorbiવાંકાનેરના ધમલપર ગામમાં જાહેરમાં ચાલતો તીનપત્તીનો જુગાર ઝડપાયો, પાંચ જુગારીઓ પોલીસ જાળમાં
વાંકાનેરના ધમલપર ગામમાં જાહેરમાં ચાલતો તીનપત્તીનો જુગાર ઝડપાયો, પાંચ જુગારીઓ પોલીસ જાળમાં
વાંકાનેર સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ધમલપર ગામમાં જાહેરમાં રમાતો તીનપત્તીનો જુગાર ઝડપી પાડતા પાંચ ઈસમોને રંગેહાથ દબોચી લીધા છે. પોલીસે રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેરના ધમલપર ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો મંગાભાઈ દેવજીભાઈ કરપૈયા (ઉં.વ.૭૦) રહે. ગામ વાંકાનેર, પંચવટી-૨, વાંકાનેર, રાજેશભાઈ કાળુભાઈ રાઠોડ (ઉ.વ.૩૮) રહે. ગામ વાંકાનેર, પંચવટી-૨, વાંકાનેર, રમેશભાઈ અમરશીભાઈ મેર (ઉં.વ.૫૦) રહે ગામ વાંકાનેર, તા. વાંકાનેર, રાજેશભાઈ વલ્લભભાઈ ઝીંઝરિયા (ઉ.વ.૪૩), રહે વાંકાનેર, તથા ધીરુભાઈ ગાંડુભાઈ સનુરા (૬૫) રહે. પંચવટી-૨, વાંકાનેરવાળાને રોકડ રૂપિયા ૬૧૮૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.