HomeMorbiટંકારામાં છરીની અણીએ લૂંટનો બનાવ: સિક્યોરિટી ગાર્ડને માર મારી રૂ. 7 હજાર...
ટંકારામાં છરીની અણીએ લૂંટનો બનાવ: સિક્યોરિટી ગાર્ડને માર મારી રૂ. 7 હજાર લૂંટી શખ્સ ફરાર
ટંકારા કલ્યાણપર રોડ પર આવેલી બાંધકામ સાઈટ પર રાત્રિના સમયે છરી બતાવી લૂંટ ચલાવવાનો ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. એક શખ્સે સાઈટ પર હાજર સિક્યોરિટી ગાર્ડ અને તેના સાથીને ધમકાવી ઢીકાપાટુનો માર મારી ખિસ્સામાંથી રોકડ રકમ લૂંટી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મુળ રાજકોટની વતની અને હાલ-ટંકારા કલ્યાણપર રોડ મોમીન નગરની બાજુમા રહેતા અલ્ફાઝભાઈ બસીરભાઈ લધાણી એ આરોપી હાજીયા ઉર્ફે મુન્નો આતંક ફકીર રહે.ટંકારા કલ્યાણપર રોડ ખારા વિસ્તાર, ગામ, ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ટંકારા કલ્યાણપર રોડ મોમીનનગરની બાજુમા નવા બનતા બાંધકામ સાઈડના રૂમમાં ફરીયાદી તથા સાથી રુમમાં હાજર હોય જે રૂમમા આરોપીએ પ્રવેશ કરી ને ફરીયાદી તથા સાથીને બેફામ ગાળો આપી છરી બતાવી મારી નાખવાની ધમકી આપીને ફરીયાદી તથા સાથીને ઢીકાપાટુનો માર મારીને ફરીયાદીના ખિસ્સામા રહેલ રોકડ રૂપિયા ૭૦૦૦/-ની લુટ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.