HomeMorbiપ્રેમ લગ્નનો સાત વર્ષ જૂનો ખાર! સમૂહ લગ્નમાં સાળાએ બનેવી પર કર્યો...
પ્રેમ લગ્નનો સાત વર્ષ જૂનો ખાર! સમૂહ લગ્નમાં સાળાએ બનેવી પર કર્યો જીવલેણ હુમલો
વાંકાનેર તાલુકાના રંગપર (બારવખલી) ગામે યોજાયેલા સમૂહ લગ્ન પ્રસંગ દરમિયાન જૂની અદાવત લોહિયાળ મારામારીમાં ફેરવાઈ હતી. સાત વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્નનો ખાર રાખી સાળા સહિત પાંચ શખ્સોએ બનેવી પર લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને માથામાં ગંભીર ઈજા તથા પગમાં ફેક્ચર જેવી હાલત સર્જાતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ મોરબી હાઈવે રોડ પર શિવધારા સોસાયટીમાં રહેતા રવિભાઈ રતાભાઈ ગોગીયાએ આરોપી કાળુ મુળૂભાઇ જાદવ, દિલીપભાઈ મુળુભાઇ જાદવ, રવિભાઈ મુળુભાઇ જાદવ, મયુર ઉર્ફે મહેશભાઇ મુળુભાઇ જાદવ, નરેશભાઈ જીવાભાઇ જાદવ રહે. રંગપર તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના રંગપર ગામે સમુહ લગ્ન ખાતે આવેલ હોય ત્યારે આરોપીઓની બહેન સાથે ફરીયાદીએ સાતેક વર્ષ પ્રેમ લગ્ન કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદીને લાકડાના આરોપીઓએ લાકડાના ધોકા વડે તથા આરોપીઓએ ઢીકાપાટુ થી માર મારી ફરીયાદીને માથાના ભાગે ઇજા તથા પગના ભાગે ફેકચર જેવી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ જતા રહેલ બાદ આરોપીઓ પાછળથી આવી આરોપીઓ સાથે મળી લાકડના ધોકા વડે ઇજાઓ કરી ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.