HomeMorbiઘૂંટુ ગામમાં સાસુ-વહુનો વિવાદ બન્યો હિંસક : વાસણ માંજવાની ના પાડતા વૃદ્ધ...

ઘૂંટુ ગામમાં સાસુ-વહુનો વિવાદ બન્યો હિંસક : વાસણ માંજવાની ના પાડતા વૃદ્ધ સાસુનો હાથ તોડી નાખ્યાનો આક્ષેપ

મોરબી તાલુકાના ઘૂંટુ ગામની પંચવટી સોસાયટીમાં પરિવારિક કલેશનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. માત્ર વાસણ માંજવાની બાબતે થયેલી બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે પુત્રવધૂએ પોતાની 67 વર્ષીય સાસુ પર હુમલો કરી હાથમાં ફેકચર જેવી ગંભીર ઈજા પહોંચાડ્યાનો આક્ષેપ થયો છે. ઘટનાને લઈને તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂંટુ ગામે પંચવટી સોસાયટીમાં રહેતા ગોરીબેન અમૃતલાલ સોરીયા (ઉ.વ.૬૭) એ આરોપી ભાવનાબેન પ્રશાંતભાઈ સોરીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કે ફરિયાદિને આજથી પાંચેક વર્ષ પહેલા કમરના ભાગે ગોળાનું ઓપરેશન કરેલ હોય જેથી દુખાવો રહેતો હોય અને આરોપી ફરિયાદિના દિકરાની વહુએ ફરિયાદિને વાસણ માંજવાનું કહેતા ફરિયાદિને દુઃખાવો વધુ થતો હોય જેથી ફરિયાદિએ વાસણ માંજવાની ના પાડતા આરોપીને સારું નહીં લાગતા ફરિ સાથે બોલાચાલી કરી ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદિના હાથમાં ફેકચર કરવાના ઈરાદે હાથ પકડી મરડી ડાબા હાથમાં ખંભાના ભાગે ફેકચરની ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular