HomeMorbiહળવદના જુના ઇશનપુરમાં જમીન વિવાદે લીધો ઉગ્ર વળાંક: યુવક પર ધોકાથી હુમલો

હળવદના જુના ઇશનપુરમાં જમીન વિવાદે લીધો ઉગ્ર વળાંક: યુવક પર ધોકાથી હુમલો

હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામમાં જમીનના ભાગ બાબતે ચાલતા મનદુઃખે હિંસક સ્વરૂપ ધારણ કરતાં ત્રણ શખ્સોએ યુવક પર ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો મામલો સામે આવ્યો છે. બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે રહેતા ભુપતભાઈ તળશીભાઈ પરમાર (ઉ.વ.૩૯) એ તેમના જ ગામના આરોપી લાલજીભાઈ ઉર્ફે જગદીશભાઈ, કરશનભાઈ વશરામભાઇ, રમેશભાઈ વશરામભાઇ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ તથા આરોપીઓને જમીનના ભાગ બાબતે મનદુઃખ ચાલતું હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular