HomeMorbiપીપળી ગામે લાઈટ બિલના મુદ્દે કૌટુંબિક બખેડોઃ પુત્ર-પુત્રવધૂ સહિત ત્રણ સામે હુમલાની...
પીપળી ગામે લાઈટ બિલના મુદ્દે કૌટુંબિક બખેડોઃ પુત્ર-પુત્રવધૂ સહિત ત્રણ સામે હુમલાની ફરિયાદ
મોરબી તાલુકાના પીપળી ગામે લાઈટ બિલ ભરવાની સામાન્ય બાબતે પરિવારજનો વચ્ચે શરૂ થયેલો વિવાદ હિંસક બન્યો હતો. પુત્ર, પુત્રવધૂ અને અન્ય એક શખ્સે મળીને પિતા પર હુમલો કરી મકાનમાં તોડફોડ તથા જાતિ પ્રત્યે અપમાનિત કર્યાનો આક્ષેપ થતા મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના સાપકડા ગામના વતની અને હાલ મોરબી તાલુકાના પિપળી ગામે માનસધામ સોસાયટીમાં રહેતા શીવાભાઈ ગલાભાઈ રાઠોડ (ઉ.વ.૫૦) એ આરોપી જીતેન્દ્રભાઈ શીવાભાઈ રાઠોડ, તથા લતાબેન જીતેન્દ્રભાઈ રાઠોડ રહે. બંને પિપળી ગામે માનસધામ સોસાયટીમાં તા. મોરબી તથા મુકેશભાઈ ડાભી રહે. લગ્ધીરપુર ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીએ આરોપી જીતેન્દ્રભાઈ ને પોતાનું લાઇટ બિલ ભરવાનું જણાવતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી આરોપીઓએ ફરીયાદિના ઘરે જઈને લાકડાના ધોકા વડે ફરીયાદી તથા સાથીને માર મારી ઈજા કરી ફરીયાદિના મકાનમાં તોડફોડ કરી ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનિત કરી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.