HomeMorbiવાંકાનેરમાં ગેસ રીફીલીંગના ગોરખધંધા પર એસઓજીનો દરોડો; ઢુવા ચોકડી પાસેથી શખ્સ ઝડપાયો

વાંકાનેરમાં ગેસ રીફીલીંગના ગોરખધંધા પર એસઓજીનો દરોડો; ઢુવા ચોકડી પાસેથી શખ્સ ઝડપાયો

મોરબી એસઓજી ટીમે વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ચાલતા ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કૌભાંડનો પર્દાફાશ કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસએ સ્થળ પરથી ગેસના બાટલા સહિત કુલ રૂ. ૪૩,૬૫૦નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે બી.એન.એસ. કલમ ૨૮૭ તથા આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમ ચાર્ટરની કામગીરીમા હોય તે દરમ્યાન બાતમી આધારે વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ગેરકાયદેસર ગેસના બાટલા રીફીલીંગ કરતા ઇસમ હનીફભાઈ હુશેનભાઈ બાવરા રહે.વાકીયા તા.વાંકાનેરવાળાને કુલ કિંમત રૂપિયા ૪૩,૬૫૦ નાં મુદ્દામાલ સાથે પકડી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.કલમ ૨૮૭ તથા આવશ્યક ચીજ વસ્તુ ધારાકલમ ૩,૭ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકાને સોપેલ છે.

RELATED ARTICLES

Most Popular