HomeMorbiમોરબી-હળવદ હાઇવે પર IPL સટ્ટાબાજીનો પર્દાફાશ, લાઈવ મેચ પર ઓનલાઇન જુગાર રમતો...
મોરબી-હળવદ હાઇવે પર IPL સટ્ટાબાજીનો પર્દાફાશ, લાઈવ મેચ પર ઓનલાઇન જુગાર રમતો શખ્સ ઝડપાયો
મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબી-હળવદ હાઇવે પર રાજધાની હોટલ પાસે દરોડા પાડી IPLની લાઈવ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. આરોપી મોબાઇલમાં એપ્લિકેશન મારફતે લખનઉ સુપર જાયન્ટ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ પર જુગાર રમતો હોવાનું સામે આવતા પોલીસે રોકડ અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-હળવદ હાઇવે રોડ પર રાજધાની હોટલ પાસે જાહેરમાં એક ઇસમ મોબાઇલ ફોનમાં Nns 1425 આઈ.ડી. હેન્ડલર આરોપી સાથે ઓનલાઇન ALL નામની એપ્લિકેશન માથી ચાલુ આઇપીએલ ની ટી-૨૦ ની લખનઉ સુપર જાયન્ટ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર જુગાર રમી રમાડતા એક ઈસમ અશોકભાઈ હીરાભાઈ જોશી (ઉ.વ.૨૯) રહે. સરતનપર રોડ કમાન્ડર કારખાનાની ઓરડી તા.જી. મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૦૨૧૦ તથા મોબાઇલ ફોન કિંમત રૂ.૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૧૫૨૧૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.