HomeMorbiમોરબીમાં IPL સટ્ટાબાજી પર પોલીસનો સપાટો : નેકસા કાર સહિત રૂ.3.28 લાખનો...

મોરબીમાં IPL સટ્ટાબાજી પર પોલીસનો સપાટો : નેકસા કાર સહિત રૂ.3.28 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી શહેરમાં IPL ક્રિકેટ મેચ પર ચાલી રહેલી સટ્ટાબાજીની પ્રવૃત્તિ સામે સિટી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પંચાસર રોડ પર ગીતામીલ સામે વિસ્તારમાં દરોડો પાડી એક શખ્સને મોબાઇલ ફોન દ્વારા હાર-જીતના આંકડા લખી જુગાર રમતા ઝડપી પાડ્યો હતો. પોલીસે રોકડ, મોબાઇલ ફોન અને કાર સહિત કુલ રૂ.3.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના પંચાસર રોડ પર આવેલ ગીતામીલ સામે વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી ત્યાં આરોપી વિશાલ હસમુખભાઇ ગાંભવા (ઉ.વ.૩૨) રહે. રાજનગર-૩, પંચાસર રોડ, મોરબીવાળો આઈપીએલ ક્રિકેટ મેચ પર ફોન દ્વારા રનફેર અને હાર-જીતના આંકડા લખી જુગાર રમી અને રમાડી રહ્યો હોય જેથી આરોપીને રોકડ રૂપિયા ૬૦૦ તથા બે મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦,૦૦૦ તથા એક ટાટા નેકસા કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-આર-૫૨૪૨ કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ મળિ કુલ કિંમત રૂપિયા ૩,૨૮,૧૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય ચાર ઇસમો રાહુલભાઇ ઉર્ફે મુનાભાઇ વીડજા રહે.મોરબી-૨ ઉમાટાઉન શીપ, શીવભાઇ મુળ રહે. સાવરકુંડલા અમરેલી હાલ રહે.જેતપુર જી.રાજકોટ, જયભાઇ ઉર્ફે જયભોલેનાથ મુળરહે.રાજલા જી.અમરેલી રહે.જેતપુર જી.રાજકોટ, કાળભૈરવ ઉર્ફે ભાણો રહે.જેતપુર જી.રાજકોટ વાળા વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular