HomeMorbiધારીયા સાથે ઘરમાં ઘૂસેલી ત્રિપુટીનો આતંક: હળવદમાં મહિલાના ઘર અને વાહનોમાં ભારે...
ધારીયા સાથે ઘરમાં ઘૂસેલી ત્રિપુટીનો આતંક: હળવદમાં મહિલાના ઘર અને વાહનોમાં ભારે તોડફોડ
હળવદ શહેરમાં જૂની પોલીસ ફરિયાદનો ખાર રાખી ત્રણ શખ્સોએ મહિલાના ઘરે ધસી આવી ધારીયા સાથે આતંક મચાવ્યો હતો. આરોપીઓએ મહિલાને અને તેના સાથીને બેફામ ગાળો આપી મારકૂટ કરી હતી તેમજ ઘરવખરીના સામાન અને વાહનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. સમગ્ર મામલે હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ ત્રણ રસ્તા પાસે જોગણી માતાજીના મંદિર નજીક રહેતા અને મજૂરી કામ કરતા ઉમાબેન સુરેશભાઈ વિરગામીયા (ઉ.વ. ૩૫) એ આરોપી અરજણ ઉર્ફે અજુ જીવરાજભાઈ દેવીપુજક, ગગજી જીવરાજભાઈ દેવીપુજક તથા જીતેશ ઉર્ફે ભુરો જીવરાજભાઈ દેવીપુજક રહે.બધા હળવદ ભવાની નગર ઢોરોવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી અરજણ ઉપર ફરીયાદ કરેલ હોય જેથી આરોપી અરજણએ સાથીને સમાધાન કરવા કહીં સાથી તથા ફરીયાદીને ગાળો આપી મુંઢ માર મારી દુનીયામા રહેવા નહીં દઉ તેવી ધમકી આપી આરોપીઓ ધારીયુ લઈ ફરીયાદીના ઘરે ગેર કાયદેસર પ્રવેશ કરી ફરીયાદીનો ઘર વખરીનો સામાન તથા વાહનને નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.