HomeMorbiમાળીયાની ચોરીમાં ફરાર આરોપી મોરબીના ભીમસર વિસ્તારમાંથી ઝડપાયો, એલસીબી-પેરોલ ફર્લોની સંયુક્ત કાર્યવાહી
માળીયાની ચોરીમાં ફરાર આરોપી મોરબીના ભીમસર વિસ્તારમાંથી ઝડપાયો, એલસીબી-પેરોલ ફર્લોની સંયુક્ત કાર્યવાહી
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફ આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન ખાનગીરાહે સંયુક્ત બાતમી મળેલ કે, માળીયા (મીં.) પોલિસ સ્ટેશનમા ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી કિશન નાનજીભાઈ દેલવાણીયા રહે.સરવડ તા.માળીયા (મીં.) વાળો નાસતો ફરતો આરોપી હાલમાં મોરબી મચ્છુનદી કાંઠે ભીમસર વિસ્તારમાં આવેલ છે. એ રીતે બાતમી મળતા જે આધારે તપાસ કરતા ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા (મીં.) પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.