HomeMorbiમોરબીમાં પાણીચોરીનું કૌભાંડ! સરકારી પાઇપલાઇનમાં પંચર પાડી ખેડૂતે ભરી લીધો પાણીનો જથ્થો

મોરબીમાં પાણીચોરીનું કૌભાંડ! સરકારી પાઇપલાઇનમાં પંચર પાડી ખેડૂતે ભરી લીધો પાણીનો જથ્થો

મોરબી તાલુકાના નાગડાવાસ ગામે સરકારી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન સાથે છેડછાડ કરી ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ એર વાલ્વમાં લીકેજ પેદા કરી પાણીનો જથ્થો પોતાના ઉપયોગ માટે ખાડામાં એકત્ર કર્યાનો આરોપ છે. ઘટનાને પગલે પાણી પુરવઠા વ્યવસ્થાને નુકસાન પહોંચતાં મોરબી તાલુકા પોલીસે ખેડૂત સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટના મવડી બાયપાસ રોડ પર રહેતા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વીપુલભાઇ શામજીભાઇ વેકરીયા (ઉં.વ. ૪૫)એ આરોપી નાગડાવાસ ગામની સીમમાં સર્વે નંબર -5 ના જમીન માલિક મેરામભાઈ રાઠોડ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ,મોરબી હસ્તકની એન.સી.-૬ યોજનાની સરકારી પાઇપલાઇન ના એર વાલ્વ નંબર-૩૫ ને ડીસ્ટર્બ કરી લીકેજ કરી નુકશાન પહોંચાડી જે લીકેજનું પાણી ગેરકાયદેસર રીતે મંજુરી વગર એર વાલ્વ નજીક એક નીક બનાવીને તેમાં પાણી વહેવડાવી ત્યાંથી આશરે ૮૦ મીટર દુર પાણી સંગ્રહ માટે ખાડો બનાવેલ જેમાં પાણી એકત્રીત કરી પીવાના પાણીની વ્યવસ્થાને અસર કરે તે રીતનો ગુન્હો કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૨૪-3 તથા ધ પ્રીવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ-૧૯૮૪ ની કલમ ૩,૭ તથા ગુજરાત ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ અધીનીયમ-૨૦૧૯ ની કલમ ૧૦-૧-૧, ૧૦-૧-૫, ૧૧-૧-૧, ૧૧-૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular