HomeMorbiમોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા 50 પેઢીની કાર્યવહી હાથ ધરાઈ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા 50 પેઢીની કાર્યવહી હાથ ધરાઈ

મોરબી શહેર ના નાગરિકો સાથે આરોગ્ય નાં ચેડા કર્તા ખાદ્યપદાર્થ ના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરતી મોરબી મહાનગર પાલિકાની ફૂડ શાખા,

તાજેતર માં ફૂડસેફટી ઇન્સ્પેકટર દ્વારા શહેર ના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહીત કૂલ ૫૦ એકમો માં સઘન ચેકીગ હાથ ધરવા માં આવ્યું હતું. આ કામગીરી દરમ્યાન ગંભીર બેદરકારી બદલ ૧૫ ખાદ્યપદાર્થ નાં વેપારી ને નોટીસ ફટકારવા માં આવી. તેમજ વાસી ખોરાક અને અખાદ્ય ખોરાક નો સ્થળ પર જ નાશ કરાયો

(૧) રવાપર રોડ કેપિટલ માર્કેટ પર આવેલા કેફે ચોકો ક્રેઝ માંથી કેક નો નાશ કરાયો અને ધ ઘૂઘરા હાઉસ માંથી વાસી તેમજ બેકરી માંથી ખાદ્ય પદાર્થ માં એક્ષ્પારી તારીખ નાખેલ ન હોઈ તેવો ખાદ્ય પદાર્થ સ્થળ પર જ નાશ કરાયો તેમજ ફૂડ કલર નો નાશ કરાયો.

(૨) શનાળા રોડ પર આવેલા spicy hat અને શુભ રેસ્ટોરન્ટ માંથી વાસી મન્ચુરિયન, ગ્રેવિ, વાસી શાક નો નાશ કરાયો

(3) માધવ દાબેલી અન્નપુર્ણા નાસ્તા,પોપસ્ટિક વોફલ,પટેલ તાવો તેમજ શ્રી રામ ઘૂઘરા માંથી આશરે ૧૦ કિલો છાપેલ ન્યુજ પેપર નો નાશ કરાયો.

RELATED ARTICLES

Most Popular