HomeMorbiમોરબીના શોભેશ્વર રોડ પર દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
મોરબીના શોભેશ્વર રોડ પર દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ પર મફતિયાપરા પાણીની ટાંકી પાછળ જાહેરમાં વિદેશી દારૂનું વેચાણ કરતા આરોપી રાજેશભાઈ પોપટભાઈ વડેચા (ઉ.વ.૩૦) રહે. મોરબીવાળાને વિદેશી દારૂની બોટલ નંગ -૧૦ કિંમત રૂપિયા ૮૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.