HomeMorbiવાંકાનેર પોલીસની મોટી કાર્યવાહી: ખીજડીયા રાજ ગામની સીમમાં દેશી દારૂના અડ્ડા પર...

વાંકાનેર પોલીસની મોટી કાર્યવાહી: ખીજડીયા રાજ ગામની સીમમાં દેશી દારૂના અડ્ડા પર રેઇડ; રૂ. ૭૬,૫૦૦નો મુદ્દામાલ જપ્ત

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના ખીજડીયા રાજ ગામની કણકોટીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ આરોપીની કબ્જા ભોગવટા વાળી વાડીની પતરાની ઓરડીમાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૨૫૦૦ કિ.રૂ.૬૨,૫૦૦/- તથા દેશી દારૂ લીટર-૭૦ કી.રૂ.૧૪,૦૦૦/- મળી કુલ કી.રૂ.૭૬,૫૦૦/- નો મુદામાલ પકડી પાડી આરોપી નિલેશભાઇ રવજીભાઇ સોલંકી રહે. ખીજડીગા રાજ તા.વાંકાનેરવાળા વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમજ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમેને પ્રોહી ધારાનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

RELATED ARTICLES

Most Popular