HomeMorbiસફેદ માટીના જથ્થાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ; મોરબી-કચ્છ હાઈવે પરથી 34 લાખનો...
સફેદ માટીના જથ્થાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ; મોરબી-કચ્છ હાઈવે પરથી 34 લાખનો મુદ્દામાલ જપ્ત
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા (મીં) પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે મોરબી-કચ્છ નેશનલ હાઈવે રોડ પર વિદરકા ગામના પાટીયા પાસે આવેલ ડીસન્ટ હોટલના ગ્રાઉન્ડમા એક ટાટા કંપનીનુ ટ્રક ટ્રેઇલર ગાડી રજીસ્ટર નંબર RJ-19-GE-9114 વાળામા ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોય તેવી બાતમીના આધારે બાતમીવાળી ટ્રકનો ચાલક ટ્રક મુકી નાશી ગયેલ જે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૪૬૮ કિ.રૂ.૩,૭૦,૪૧૬/- તથા ચપલા નંગ ૨૩૨ કિ રૂ ૫૦,૮૮૦/- તથા ટ્રક ટ્રેઇલર RJ-19-GE-9114 વાળાની કી રૂ.૩૦,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત ૩૪,૨૧,૨૯૬/- નો મુદામાલ કબ્જે કરી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી ટ્રક મુકી નાશી ગયેલ આરોપીને પકડી પડવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.