HomeMorbiમોરબીમાં ઘર આંગણે થતી ગાંજાની ખેતીનો એસ.ઓ.જી. ટીમે કર્યો પર્દાફાશ!
મોરબીમાં ઘર આંગણે થતી ગાંજાની ખેતીનો એસ.ઓ.જી. ટીમે કર્યો પર્દાફાશ!
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીના કબજા ભોગવટાવાળા વાડામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના વાવેતર કરેલ નાના-મોટા છોડ તેમજ ગાંજાના જથ્થો સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. ટીમે દબોચી લીધો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી.ને બાતમી મળેલ કે, પ્રભુભાઇ રઘુભાઇ મકવાણા રહે.વિધ્યુતનગર પાછળ ભારતનગર મફતીયા પરા મોરબી-૨ વાળાએ પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનની સામે પોતાના કબજા ભોગવટાવાળા વાડામાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કરેલ છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી પાસેથી કુલ ગાંજાનો જથ્થો વજન ૪ કિલો ૩૭૬ ગ્રામ જેની કુલ કિ.રૂ.૨,૧૮, ૮૦૦ના મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એકટ કલમ-૮ (સી) ૨૦ (એ) (બી) મુજબની કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવીઝન પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આગળની કાર્યવાહી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરેલ છે.