HomeMorbiવાંકનેરમાં જૂની અદાવત બની લોહિયાળ: નગરપાલિકાના હેડ ક્લાર્ક પર પાઇપ-છરીથી હુમલો, પાંચ...

વાંકનેરમાં જૂની અદાવત બની લોહિયાળ: નગરપાલિકાના હેડ ક્લાર્ક પર પાઇપ-છરીથી હુમલો, પાંચ સામે ગુનો નોંધાયો

વાંકનેરના આંબેડકરનગર વિસ્તારમાં દસ વર્ષ જૂની અદાવતનો ખાર રાખી નગરપાલિકાના હેડ ક્લાર્ક પર જીવલેણ હુમલો કરાયાની ઘટના સામે આવી છે. લોખંડના પાઇપ અને તીક્ષ્ણ છરી વડે કરાયેલા હુમલામાં ફરિયાદી સહિત અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર આંબેડકરનગર શેરી નં -૦૪ માં રહેતા અને નગરપાલિકામાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ કેશુભાઈ પરમાર (ઉ.વ.૪૧) એ આરોપી કરણભાઈ રમેશભાઈ સારેસા, સાહીલ મનુભાઈ વાઘેલા, ચિરાગભાઈ મૂળજીભાઈ બોસીયા, અજયભાઈ વાઘજીભાઈ સુમેસરા, સિદ્ધાર્થ ઉર્ફે કાનો નરેશભાઈ સારેસા રહે બધા ગામ. વાંકનેર, તા. વાંકનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી કરણભાઈ સાથે દસેક વર્ષ પહેલા છોકરી બાબતે મા થાકુટ થયેલ હોય જે બાબતનો આરોપીઓએ ખાર રાખી ફરીયાદિને લોખંડના પાઇપ વડે ઈજાઓ કરી તથા આરોપીઓએ ફરીયાદિને છરી વડે ઇજા કરી તથા સાથી મોહીતને છરી વડે ઇજા કરી તથા આરોપીઓએ ફરીયાદિને તથા સાથીને શરીરે લોખંડના પાઈપ વડે ગંભીર ઈજા કરી તેમજ આડેધડ મારમારી નાનીમોટી ઇજાઓ કરી જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular