HomeMorbiમોરબીના રંગપર વિરાટનગર વિસ્તારમાં હાહાકાર: યુવક પર ધોકા-છરીથી જીવલેણ હુમલો
મોરબીના રંગપર વિરાટનગર વિસ્તારમાં હાહાકાર: યુવક પર ધોકા-છરીથી જીવલેણ હુમલો
મોરબીના રંગપર વિરાટનગર વિસ્તારમાં આવેલ હેપ્પી કાર કેર નામની દુકાને એક યુવક પર ચાર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય પૂછપરછ દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સોએ યુવકને ગાળો આપી લાકડાના ધોકા તથા છરી જેવા હથિયારથી હુમલો કરી ઇજા પહોંચાડી હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ હેપ્પી કાર કેર નામની દુકાન ચલાવતા યોગેન્દ્રસીંઘ સંદીપસીંધમઘ જટ્ટ નામના યુવક પાસે ગત તા.૨૨ મેના રોજ રાત્રિના સમયે ચાર અજાણ્યા ઇસમો સ્વીફ્ટ કારમાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ નજીકની દુકાન અંગે પૂછપરછ કરતા ફરિયાદીએ અજાણ હોવાનું જણાવ્યું હતું. આ વાતથી ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ યુવક સાથે ગાળો બોલી મારામારી શરૂ કરી હતી.
ફરિયાદ મુજબ એક આરોપીએ લાકડાના ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી જ્યારે અન્યોએ પણ મારકૂટ કરી હતી. ઉપરાંત ફરિયાદીના મોબાઈલ ફોનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. હુમલો કર્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી કારમાં ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.