HomeMorbiમોરબીમાં હનીટ્રેપ: સ્પા ગર્લે લગ્નની લાલચ આપી વેપારી પાસેથી રૂ.19 લાખ પડાવ્યા,...
મોરબીમાં હનીટ્રેપ: સ્પા ગર્લે લગ્નની લાલચ આપી વેપારી પાસેથી રૂ.19 લાખ પડાવ્યા, ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી
મોરબીના શનાળા રોડ પર આવેલા એક સ્પામાં અવારનવાર મસાજ લેવા જતા અનાજ-કિરાણાના વેપારીને ત્યાં કામ કરતી યુવતી સાથે મિત્રતા થઈ હતી. યુવતીએ પોતે પરણિત હોવા છતાં પતિથી છૂટાછેડા લઈ લીધા હોવાનું જુઠ્ઠું બોલી વેપારીને પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને ટૂંક સમયમાં સ્પાનું કામ મૂકીને તેની સાથે લગ્ન કરવાની ખાતરી આપી હતી.
લગ્નના ખોટા વાયદા આપીને યુવતીએ વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ તેણે પોતાના વતનમાં ઘર બનાવવાના બહાને, તેમજ સોનાના દાગીના (બુટી, બ્રેસલેટ, વીંટી) અને મોંઘા મોબાઈલ ફોન (સેમસંગ S-23 અને આઈફોન 16 પ્રો) મેળવીને કટકે-કટકે કુલ રૂ ૧૯, લાખની ની રકમ પડાવી લીધી હતી. પૈસા મેળવ્યા બાદ તે પોતાના વતન જતી રહી હતી અને વેપારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા લાગી હતી. જ્યારે વેપારીએ પોતાના પૈસા અને સોના-મોબાઈલ પરત માંગ્યા, ત્યારે યુવતીએ ધમકી આપી કે તેની પાસે સ્પાના અને પ્રાઈવેટ મુલાકાતોના ન્યૂડ તેમજ ખરાબ વીડિયો છે, જે તે વાયરલ કરી દેશે. આ દરમિયાન ફોન પર સંજય નામના અન્ય એક યુવકે યુવતીના પોતાની પત્ની હોવાનું કહી વેપારીને ફોન ન કરવા માટે ધમકાવ્યો હતો. અને પોતે પોલિસમા હોવાની ખોટી ઓળખ પણ આપી હતી. છેવટે છેતરાયા હોવાની અહેસાસ થતાં વેપારીએ આ સમગ્ર મામલે કાયદેસરની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.