HomeMorbiહળવદમાં દારૂના ગેરકાયદે અડ્ડા પર પોલીસનો દરોડો: રહેણાંક મકાનમાંથી રૂ. 2.19 લાખનો...
હળવદમાં દારૂના ગેરકાયદે અડ્ડા પર પોલીસનો દરોડો: રહેણાંક મકાનમાંથી રૂ. 2.19 લાખનો વિદેશી દારૂ જપ્ત, એક ઝડપાયો
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામમાં હળવદ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે જુના દેવળીયા-ચરાડવા રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 985 નાની-મોટી બોટલો મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 2,19,150 કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. તપાસમાં આ મકાન આરોપી વિઠ્ઠલભાઈ રમણભાઈ રાઠવા (રહે. જુના દેવળીયા)ના કબ્જામાં હોવાનું સામે આવ્યું હતું. વધુ પૂછપરછ દરમિયાન ઇમરાન કરીમભાઈ સંધવાણીનું નામ પણ ખુલ્યું હતું. હળવદ પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગામ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી આટલો મોટો જથ્થો મળતા ચર્ચા જાગી છે.