HomeMorbiઆંદરણા પાસે દારૂનો મોટો જથ્થો ઝડપાયો: કારમાંથી 960 બોટલ સાથે 3.76 લાખનો...
આંદરણા પાસે દારૂનો મોટો જથ્થો ઝડપાયો: કારમાંથી 960 બોટલ સાથે 3.76 લાખનો મુદ્દામાલ કબ્જે
મોરબી તાલુકાના આંદરણા ગામ નજીક પાધેડા વિસ્તારના ખરાબામાં ઉભેલી એક કારમાંથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફની સંયુકતરાહે બાતમીમળેલ કે, “મોરબી તાલુકાના આંદેરણા ગામની સામે પાધેડા વિસ્તારમાં ખરાબમાં એક સફેદ કલર ની હુન્ડાઇ વેરના કાર માં ઇંગ્લીશ દારૂ પડેલ છે” તેવી બાતમીના આધરે બાતમીવાળી જગ્યા રેઇડ કરતા કારમાંથી ઇંગ્લીશ દારૂ ની બોટલ નંગ-960 કુલ કિંમત રૂપિયા76800 તથા વરના કાર રજી.નંબર GJ-01-KP- 1882 કિ.રૂ.300,000/- એમ કુલ3,76,800નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.