HomeMorbiચંદ્રપુરની સીમમાં ધમધમતું જુગારધામ ઝડપાયું: વાંકાનેર સિટી પોલીસે પાંચ જુગારીઓને દબોચ્યા
ચંદ્રપુરની સીમમાં ધમધમતું જુગારધામ ઝડપાયું: વાંકાનેર સિટી પોલીસે પાંચ જુગારીઓને દબોચ્યા
વાંકાનેરના ચંદ્રપુર ગામની સીમમાં જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગાર પર વાંકાનેર સિટી પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચંદ્રપુર ગામની સીમમાં કેટલાક શખ્સો જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેરના ચંદ્રપુર ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ ઈસમો અજમલભાઈ મામદભાઈ પીંડાર (ઉ.વ. ૨૧), રફીકભાઈ ઉસ્માનભાઈ બાદી (ઉ.વ. ૩૦), મયુદીનભાઈ અબ્દુલભાઈ પીંડાર (ઉ.વ. ૩૨), જુનેજભાઈ અમીભાઈ પીંડાર (ઉ.વ. ૩૨), ઇસ્માઇલભાઈ અલીભાઈ કડીવાર (ઉ.વ. ૪૬) રહે. બધા ચંદ્રપુર તા. વાંકાનેરવાળાને રોકડા રૂપિયા ૧૪,૧૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.