HomeMorbiપ્રમોશન સાથે મોરબીના ત્રણ ટોચના અધિકારીઓની બદલી, ડેપ્યુટી કમિશનર કે.આર. વાળા ગાંધીનગર...

પ્રમોશન સાથે મોરબીના ત્રણ ટોચના અધિકારીઓની બદલી, ડેપ્યુટી કમિશનર કે.આર. વાળા ગાંધીનગર મુકાયા

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ગુજરાત વહીવટી સેવા (GAS) કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં થયેલા આ વહીવટી ફેરફારમાં મોરબી જિલ્લાના ત્રણ મહત્વના અધિકારીઓને પ્રમોશન સાથે નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

વાંકાનેરના પ્રાંત અધિકારી વી.ડી. સાકરીયાને સિનિયર સ્કેલમાં પ્રમોશન આપી સુરેન્દ્રનગર ખાતે નિવાસી અધિક કલેક્ટર (RAC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે મોરબી કલેક્ટર કચેરીમાં નાયબ કલેક્ટર-1 તરીકે ફરજ બજાવતા યુ.એમ. પટેલને પણ સિનિયર સ્કેલમાં બઢતી આપી વડોદરા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સંયુક્ત નિયામક તરીકે મુકવામાં આવ્યા છે.

તે જ રીતે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે.આર. વાળાને પ્રમોશન સાથે ગાંધીનગર ખાતે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી મોરબી જિલ્લામાં વહીવટી તંત્રમાં મહત્વના ફેરફારો જોવા મળશે અને ખાલી પડનારી જગ્યાઓ પર ટૂંક સમયમાં નવી નિમણૂકો થવાની શક્યતા છે.

RELATED ARTICLES

Most Popular