HomeMorbiઅમરસરમાં જૂની અદાવતનો વિસ્ફોટ: લોખંડના પાઇપથી દંપતી પર હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

અમરસરમાં જૂની અદાવતનો વિસ્ફોટ: લોખંડના પાઇપથી દંપતી પર હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકાના અમરસર ગામમાં પાડોશીઓ વચ્ચે ચાલતા મનદુઃખે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. રસ્તામાં રોકીને થયેલી બોલાચાલી બાદ એક શખ્સે લોખંડના પાઇપ વડે મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં બંનેને ઇજા પહોંચતા વાંકાનેર સિટી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા રંજનબેન જક્શીભાઈ જખાણીયા (ઉ.વ.૪૦) એ આરોપી રૂખડભાઈ મગનભાઈ માણસુરીયા તથા તેજલ બેન રૂખડભાઈ માણસુરીયા રહે બંને અમરસર ગામ વાળા વિરુદ્ધ વાકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા તેમનો દિકરો ખાવાનુ લઈને પોતાના ઘર બાજુ પરત આવતા હોય ત્યારે આરોપીઓએ રસ્તામા વચ્ચે રોકી આરોપીએ ફરીયાદીને કહેલ કે તેમની પત્નિ સાથે કેમ ઝઘડો કરેશ તેમ કહિ ફરીયાદીને ગાળો દેવા લાગતા ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ પોતાના હાથમા રહેલ લોખંડના પાઈપ વડે ફરીયાદીને મારવા જતા ફરીયાદીએ જમણો હાથ આડો નાખતા જમણા હાથે સામાન્ય ઈજા પહોંચાડી તથા આરોપી તેજલબેનએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી તથા ફરીયાદીના પતિ જક્શીભાઇ આવતા આરોપી રૂખડભાઈએ ફરીયાદીના પતિ ને માથાના ભાગે લોખંડના પાઇપનો એક ઘા મારી માથાના ભાગે સામાન્ય ઇજા પહોંચાડી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular