HomeMorbiમકાન વિવાદે ભાઈ-ભત્રીજાને બનાવ્યા આરોપી, પ્રોઢનું અપહરણ કરી મારપીટ

મકાન વિવાદે ભાઈ-ભત્રીજાને બનાવ્યા આરોપી, પ્રોઢનું અપહરણ કરી મારપીટ

મોરબીમાં મિલકતના વિવાદે પારિવારિક સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. વિધુતનગર વિસ્તારમાં મકાનની માલિકીના મુદ્દે સગા મોટા ભાઈ અને ભત્રીજાએ પ્રોઢનું અપહરણ કરી જાંબુડીયા બ્રિજ નજીક એકાંત સ્થળે લઈ જઈ ધોકા વડે મારપીટ કરી તેમજ બળજબરીથી દસ્તાવેજો પર સહી કરાવ્યાનો ગંભીર આરોપ લગાવતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીની યદુનંદન સોસાયટીમાં રહેતા અને બોલેરો ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વાસુરભાઈ સામતભાઈ સોઢીયા (ઉ.વ. 50)એ પોતાના મોટા ભાઈ મગનભાઈ સામતભાઈ સોઢીયા તથા ભત્રીજા રાજન મગનભાઈ સોઢીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વિધુતનગરમાં આવેલ મકાન બંને ભાઈઓના નામે છે. આ મકાન સંપૂર્ણપણે પોતાના નામે કરી દેવા માટે આરોપીઓએ દબાણ કર્યું હતું. જોકે ફરિયાદીએ ઇનકાર કરતાં આરોપી મગનભાઈએ ગાળો આપી લાફો માર્યો હતો. ત્યારબાદ બંને આરોપીઓએ ફરિયાદીને બળજબરીથી મોટરસાયકલ પર બેસાડી અપહરણ કરી જાંબુડીયા બ્રિજ નજીક કોરલ ગોલ્ડ કારખાના પાસે આવેલી એકાંત જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં બંને આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરિયાદીને પગના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં, મિલકતના દસ્તાવેજો અને સ્ટેમ્પ પેપર પર બળજબરીથી સહી તથા અંગૂઠાના નિશાન કરાવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular