HomeMorbiલાતી પ્લોટમાં રહેણાંક મકાનમાંથી 18 ચપલા વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપી...
લાતી પ્લોટમાં રહેણાંક મકાનમાંથી 18 ચપલા વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપી પડ્યો
મોરબી શહેરમાં પ્રોહિબિશનના કાયદાના અમલ વચ્ચે સિટી એ-ડિવિઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન લાતી પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે લાતી પ્લોટ શેરી નં. 12ના ખૂણે આવેલા એક રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તોફીકભાઈ ઉર્ફે ડોડવો દાઉદભાઈ ચાનિયા (ઉ.વ. 36) પોતાના કબ્જા-ભોગવટાવાળા મકાનમાં વેચાણના ઈરાદાથી રાખેલા વિદેશી દારૂના 18 ચપલા, કિંમત રૂ. 1,800 સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં દારૂ સપ્લાયમાં સંડોવાયેલા અન્ય એક શખ્સ ઈકબાલ જુસબભાઈ કટીયા (રહે. મચ્છીપીઠ, મોરબી)નું નામ ખુલ્યું હતું. જેના આધારે પોલીસે બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.