HomeMorbiખેતરડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો: ૨૭૦૦ લીટર આથો અને...
ખેતરડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો: ૨૭૦૦ લીટર આથો અને ૫૦ લીટર દારૂ ઝડપી પાડતી પોલીસ
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટાફએ હળવદ તાલુકાના ખેતરડી ગામની સીમમાં બાતમીના આધારે રેઇડ કરતા દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૨૭૦૦ તથા દેશી દારૂ લીટર-૫૦ મળી કુલ કિ.રૂ ૭૭,૫૦૦/- નો પ્રોહિબીશન મુદામાલ પકડી આરોપી હર્ષદ મૈયાભાઇ દેકાવાડીયા રહે ગામ ખેતરડી તા.હળવદ વાળા તથા તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.